Get The App

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા

ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ તરીકે કરોડોનો ભ્રષ્ટાચાર આચરી ફાર્મસી કૉલેજોની મંજૂરી આપ્યાનો આક્ષેપ

ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી માળખાકીય સુવિધાની ચકાસણી કર્યા વિના જ મંજૂરીઓ આપી

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News



ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા 1 - image(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

દેશના જુદાં જુદાં રાજ્યોમાં યોગ્ય માળખાકીય સુવિધા વિના ફાર્મસી કૉલેજો ચાલુ કરવાની પરવાનગીઓ આપીને મોટો ભ્રષ્ટાચાર આચરવાના કૌભાંડમાં સંડોવાયેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાન પ્રમુખ અને અમદાવાદના વતની મોન્ટુ પટેલના અમદાવાદના નિવાસસ્થાને આજેસવારથી સીબીઆઈએ દરોડા પાડયા છે. અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલનો બંગલો આવેલો છે. 

ત્રીસમી જૂન ૨૦૨૫ના સીબીઆઈના ઇન્સ્પેક્ટર પ્રતીક કુમારે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કૉલેજોમાં ઊભી કરવામાં આવેલી માળખાકીય સુવિધાનું રૃબરૃમાં જઈને ઇન્સ્પેક્શન કરવાને બદલે ફિઝિકલ ઇન્સ્પેક્શનની સિસ્ટમને જ મોન્ટુ પટેલે કાઢી નાખી હતી. તેમ જ ફાર્મસી કૉલેજ ચાલુ કરવા માગતી સંસ્થાઓના દસ્તાવેજોની પણ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવી નહોતી.ઉત્તર પ્રદેશની એસએસડી કૉલેજ ઓફ ફાર્મસી, અલીગઢના નૂરપૂરની ગગન કૉલેજ ઓફ ફાર્મસી, મુઝફ્ફરપુરની શાંતિદેવી જૈન ડિગ્રી કૉલેજ, મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક રતવાઈની હેવાર્ડ કૉલેજ ઓફ ફાર્મસી, ગોરખપુરની વીર શિવાજીકૉલે જ ઓફ ફાર્મસી, ઘાઝીપુરની શુભાવતી કૉલેજ ઓફ ફાર્મસીને આર્થિક ગેરલાભ લઈને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થળતપાસ કર્યા વિના જ ઓનલાઈન ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ રીતે કૉલેજોને મંજૂરી આપી દઈને મોન્ટુ પટેલે અનડયૂ એડવાન્ટેજ લીધો હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સીબીઆઈ કૉલેજોને માન્યતા આપવાના નિર્ણયો અંગે તપાસ કરશે. તેમાં કોઈ અનિયમિતતા થઈ છે કે નહિ તેની ખરાઈ કરશે. આ કૉલેજો પાસે ફાર્મસી કૉલેજ ચાલુ કરવા માટે પૂરતી સુવિધા ન હોવા છતાં તેને મંજૂરી આપવામાં આવેલી છે. મોન્ટુ પટેલ સામે ગુજરાત પબ્લિક સર્વિસકમિસનની ફાઈલો સાથે ચેડાં કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલમાં ટોચની પોઝીશન મેળવવા માટે ટોચનું સ્થાન મેળવવા આ ગરબડ કરી હોવાનું માનવામાં આવે છે.


Tags :