જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં વાઇઝ શરીફના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમનો રંગ છવાયો
કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોછાવર કરનાર 'હઝરત ઈમામ હુસૈન'ની યાદમાં દર વર્ષે ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વ નિમિતે તકરીર, ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવતું હોય છે.
ત્યારે જામનગર શહેર ઉપરાંત જીલ્લામાં ઠેર-ઠેર તકરીર, આમ ન્યાઝ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી માતમના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં જામનગર શહેરના કિશાન ચોક રોડ નજીક આવેલ સુમરાચાલી વિસ્તારમાં 'હુશેની યંગ કમિટી' દ્વારા 'યાદે કરબલા' વાઇઝમાં જામનગર શહેરના મશ્કરો માઅરૂફ આલીમ 'ફૈઝુલહસન સાહેબ' દ્વારા પોતાના શાનદાર અવાઝમાં તકરીર ફરમાવી રહ્યા છે, અને આ તકરીર સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનો દરરોજ આવે છે.
દરમિયાન ગઈકાલે મંગળવારની રાત્રીના રોજ હુશેની યંગ કમિટી દ્વારા 'રાષ્ટ્રીય ધ્વજ'ની થીમ ઉપર સ્ટેજનું ડેકોરેશન કરીને મુસ્લિમ સમાજના લોકોએ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.