Gujarat

ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

By GS TEAM
13 Aug 20251 min read
ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

બગોદરા -ધોળકા અને બાવળામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ યાત્રામાં ધોળકાના ધારાસભ્ય  કિરીટસિંહ ડાભી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરના આગેવાનો, શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.