Get The App

પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે 1 - image

- પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ

- પ્લાન્ટની કામગીરી અધૂરી છતાં ધારાસભ્યના હસ્તે વાહ વાહી લૂંટવા લોકાર્પણ કરારયું : વીજ કનેક્શન પણ ગેરકાયદે હોવાની ચચા

પાટડી : પાટડીમાં રૂ.૨.૫૨ કરોડના ખર્ચે બનેલો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે લોકોનો આક્ષેપ છે કે કામ અધૂરું હોવા છતાં ધારાસભ્યના હસ્તે માત્ર વાહ વાહી લૂંટવા લોકાર્પણ કરાયું છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ છે.

પાટડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે અંદાજે રૂ. ૨.૫૨ કરોડના ખર્ચે ડમ્પિંગ પ્લાન્ટનું નિર્માણ કરાયું હતું. જોકે, આ પ્લાન્ટનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું ન હોવા છતાં ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય પી.કે. પરમાર અને ભાજપના આગેવાનોના હસ્તે ઉતાવળમાં તેનું લોકાર્પણ કરી દેવાયું હતું.

લોકાર્પણને બે મહિના વીતી ગયા હોવા છતાં આ ડમ્પિંગ પ્લાન્ટ હજુ સુધી શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે કરોડો રૂપિયાના સરકારી ખર્ચે લાવવામાં આવેલા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. વધુમાં, પ્લાન્ટ માટે વીજ કનેક્શન બાજુના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે લેવાયું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. અધૂરા કામનું લોકાર્પણ કરનાર જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરી, તાત્કાલિક પ્લાન્ટ શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.