Gujarat

વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી : માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચ વર્ક કરાયું

By GS TEAM
3 Nov 20251 min read
TukuTouch Logo
ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે ભવ્ય રીતે યોજાનારા લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવીથી ફતેપુરા તુલસીવાડી જતા વરઘોડાના માર્ગમાં પડેલા ખાડાઓનું પેચ વર્ક કરવાની સઘન કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી : માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચ વર્ક કરાયું

Vadodara Corporation : ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે ભવ્ય રીતે યોજાનારા લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવીથી ફતેપુરા તુલસીવાડી જતા વરઘોડાના માર્ગમાં પડેલા ખાડાઓનું પેચ વર્ક કરવાની સઘન કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે આગામી કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે. આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજી ની પોળમાં મંદિરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જ્યારે બીજી બાજુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે નાના મોટા ખાડા પડી ગયા છે જેથી પ્રભુની પાલખીને કોઈ અડચણ ન આવે એવા હેતુથી પાલિકા તંત્ર દ્વારા નરસિંહજીની પોળથી માંડવી રોડ અને માંડવી રોડથી ફતેપુરા તુલસી વાડીના રોડ પર ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડાનું પેચ વર્ક પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે.