Get The App

પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને 1 - image


Hoarding Controversy in Patan : પાટણના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવાતા મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ સામ-સામે આવી ગયા છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જોકે, નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી આ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહીનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન, ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર 'ગુંડા' જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ચીફ ઓફિસરે પણ તેમના પર વળતો પ્રહાર કર્યો છે.

આ ઘટનાથી પાટણનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે.

Tags :