Gujarat

પાટણ BJPમાં આંતરિક વિખવાદ: 'વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ'- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર

By GS TEAM
8 Nov 20252 mins read
TukuTouch Logo
પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, 'પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

પાટણ BJPમાં આંતરિક વિખવાદ: 'વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ'- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર

Patan News : પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, 'પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છે.'

પાટણ BJPમાં આંતરિક વિખવાદ

મળતી માહિતી મુજબ, પાટણ નગરપાલિકાના ભાજપ પ્રમુખ હિરલ પરમારે પોતાના જ પક્ષના 6 સભ્યો સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. વિકાસના કાર્યમાં પક્ષના લોકો વિક્ષેપ બની રહ્યા હોવા મામલે પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ: મહિલા પ્રમુખ

હિરલ પરમારે આક્ષેપ કર્યા છે કે, 'વર્ષ 2020થી મે પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી પક્ષના 6 નગરસેવકો પ્રજાલક્ષી વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવ્યા છે. જેમાં શૈલેષ પટેલ, મનોજ ખોડીદાસ પટેલ, મુકેશ પટેલ, મનોજ નગરભાઈ પટેલ, ડૉ. નરેશ દવે અને બીપીન પરમારનો સમાવેશ થાય છે.' પ્રમુખે પક્ષના સભ્ય સામે આક્ષેપ કરવાની સાથે મુખ્યમંત્રીને જરૂરી પુરાવા પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: BREAKING: ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

મહિલા પ્રમુખે જણાવ્યું કે, 'ગત 30 ઓક્ટોબર, 2025ના રોજ પ્રજાલક્ષી વિકાસની કામગીરીમાં આ સભ્યોએ કોંગ્રેસના 5 સભ્યોની મદદથી બહુમતિ સાથે નામંજૂર કર્યા હતા. પક્ષના સભ્યો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને મુલતવી કે નામંજૂર કરાવીને અવરોધરૂપ બને છે.'