Gujarat

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
ઈન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલી અંધાધુંધીને કારણે દેશભરમાં છેલ્લા ચાર દિવસથી 1000થી વધુ ફ્લાઈટો રદ થતાં હજારો પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે વડોદરામાં પણ ઈન્ડિગો છ થી વધુ ફ્લાઈટો આજે સતત પાંચમા દિવસે પણ રદ થતા શહેરના અનેક પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ આવતીકાલે ઈન્ડિગોની ઓફિસ બંધ રહેશે જેથી અનેક મુસાફરો આવતીકાલ માટે આગોતરી પૂછપરછ માટે પણ ઉમટી પડ્યા હતા. આમ હરણી એરપોર્ટ ખાતે આજે સેકડો પ્રવાસીઓ હેરાન પરેશાન થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની  છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા

ઈન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલી અંધાધુંધીને કારણે દેશભરમાં છેલ્લા ચાર દિવસથી 1000થી વધુ ફ્લાઈટો રદ થતાં હજારો પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે વડોદરામાં પણ ઈન્ડિગો  છ થી વધુ ફ્લાઈટો આજે સતત પાંચમા દિવસે પણ રદ થતા શહેરના અનેક પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ આવતીકાલે ઈન્ડિગોની ઓફિસ બંધ રહેશે જેથી અનેક મુસાફરો આવતીકાલ માટે આગોતરી પૂછપરછ માટે પણ ઉમટી પડ્યા હતા. આમ હરણી એરપોર્ટ ખાતે આજે સેકડો પ્રવાસીઓ હેરાન પરેશાન થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત દેશભરમાં સતત ચોથા દિવસે પણ ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટો રદ થઈ રહી છે. દેશની સૌથી મોટી એરલાઇન્સની 1000થી વધુ ફ્લાયટો રદ થતાં હજારો પ્રવાસીઓ જુદા જુદા એરપોર્ટ ખાતે અટવાઈ ગયા છે. આ તમામ એરપોર્ટ ખાતે રીતસર અંધાધુંધી અને અપરાતફરીનો માહોલ દિવસ- રાત સતત જોવા મળી રહ્યો છે.

જોકે આવી જ રીતે વડોદરા શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી ઈન્ડિગો ફ્લાઈટના હજારો મુસાફરો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર ઈન્ડિગો એરલાઇન્સની છ થી વધુ ફ્લાઇટો રદ થતાં હેરાન પરેશાન થતા સેકડો મુસાફરોથી હરણી એરપોર્ટ ઉભરાઈ જતા ફરજ પરનો સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. 

જોકે આવતીકાલે રવિવારની રજા હોવાથી ઓફિસો બંધ રહેશે ત્યારે ઈન્ડિગો ફ્લાઈટ ચાલુ - બંધ અંગે અનેક મુસાફરો પૂછપરછ માટે પણ કાઉન્ટર પર પહોંચી ગયા હતા. સમગ્ર એરપોર્ટ  મુસાફરોના માલ સામાનથી ભરાઈ જતા પેસેન્જરને પણ ચાલવાની જગ્યા ક્યાંય મળતી ન હતી. તમામ મુસાફરોના ચહેરા પર ગુસ્સો અને ચિંતા સ્પષ્ટ જણાતી હતી. આમ એરપોર્ટ પર રીતસરની અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.