લોકલ બસનો કંડક્ટર નશામાં હોવાથી મુસાફરોનો હોબાળો
- કપડવંજ એસટી ડેપોની કપડવંજ - ફતેપુરા
- કંડક્ટરને વિરપુરમાં જ ઉતારીને અન્ય કંડક્ટર સાથે બસને રવાના કરવામાં આવી, નશામાં ધુત કંડક્ટર આખરે સસ્પેન્ડ
કપડવંજ ફતેપુરા બસના ડ્રાઇવર દિનેશભાઈ પરમારે આ મામલે કહ્યું હતું કે કપડવંજ ડેપોમાં છેલ્લા ૧૧ વર્ષથી ફરજ બજાવું છું. રવિવારે કપડવંજ - ફતેપુરા બસમાં મને જવાબદારી સોંપી હતી મારી સાથે કંડક્ટર તરીકે તખતસિંહ કાળુસિંહ ઝાલા હતા.
બપોરના ફતેપુરા જવા માટે કપડવંજથી નિકળ્યાં હતાં.
સાંજે વીરપુર પહોંચ્યા તે સમયે બસમાં સવાર મુસાફરાએ હોબાળો કર્યો હતો અને ફરિયાદ કરી હતી કે કકંડક્ટર નશો કરેલી હાલતમાં છે. આથી, મે કપડવંજ ડેપોના એટીઆઈને જાણ કરી હતી.
બાદમાં બસ વિરપુર બસ સ્ટેન્ડ પર જ ઉભી કરી દીધી હતી. અલબત્ત, બાલાસિનોરથી એટીઆઈ તાત્કાલિક વિરપુર દોડી આવ્યાં હતાં.
જાતે જ એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાનામાં દાખલ થઇ ગયો
મુસાફરોએ જ્યારે હોબાળો મચાવ્યો ત્યારે કંડક્ટર તખતસિંહ બસમાંથી ઉતરીને ડેપોમાં બેસી ગયો હતો અને જાતે ઇમરજન્સી સેવા ૧૦૮ને ફોન કરી વિરપુર બસ સ્ટેશનમાં એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમાં બેસી સીએચસીમાં દાખલ થઇ ગયો હતો.
સસ્પેન્સન ઓર્ડર લેવા માટે બોલાવ્યો તો કહે છે બિમાર છું
'કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જોકે, તે સસ્પેન્સન ઓર્ડર લેવા આવ્યો નથી. તેને કોલ કર્યો ત્યારે તે બિમાર હોવાનું જણાવે છે. કંડક્ટરે દારૃનો નશો ક્યાં કર્યો ? તે અંગે જાણ નથી. અગાઉ તેના વિરૃદ્ધ કોઇ ફરિયાદ મળી નથી. પરંતુ હાલ તેને સસ્પેન્ડ કરી ખંભાત મોકલી દેવામાં આવ્યો છે.
- એન. એમ. કલ્યાણી (ડેપો મેનેજર, કપડવંજ)