Get The App

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા 1 - image

ઇરાન-ઇઝરાયલ વોરને કારણે અનેક ફ્લાઇટો રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાયા છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના એક સદસ્ય તેમજ તેમની સાથેના ગુજરાતી પેસેન્જરો પણ ત્રણ દિવસથી ઇસ્તંબુલમાં ફસાયા છે.

સાવલીના ગરધિયા ગામે રહેતા કમલેશ ભાઇ પટેલ ૧૫ દિવસ પહેલાં અમેરિકા ગયા હતા.તા.૨૭મી ફેબુ્રઆરીએ તેઓ એટલાન્ટાથી અબુધાબીની ફ્લાઇટમાં પરત ફર્યા હતા.ત્યાંથી અમદાવાદની ફ્લાઇટમાં આવનાર હતા.

પરંતુ અબુધાબી આવે તેના બે કલાક પહેલાં જ વોર ની સ્થિતિને કારણે ફ્લાઇટ ઇસ્તંબુલ ડાઇવર્ટ કરવામાં આવી રહી હોવાની જાણ કરાઇ હતી.જેથી તેમની સાથેના કેટલાક ગુજરાતી પ્રવાસીઓ સહિતના પ્રવાસીઓ ઇસ્તંબુલ લઇ જવાયા હતા.ત્યાંની હોટલોમાં મુસાફરોને અલગ અલગ રાખવામાં આવ્યા છે.આવી  બીજી પણ છ થી આઠ જેટલી ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી.