- અન્ય બે યાત્રીઓને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયા
- માતર તાલુકાથી સંઘ પગપાળા ખોડીયાર મંદિરે આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
માતર તાલુકાના માલાવાડા ગામે રહેતા અમિતકુમાર બુધાભાઈ રાવળ અને અરવિંદભાઈ ભીખાભાઈ પરમાર સહિત ૬૦ જેટલા લોકો ગઈ તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પગપાળા (સંઘ) લઈને ભાવનગરમાં આવેલ રાજપરા (ખો) દર્શન કરવા આવતા હતા તે દરમિયાન નારી ગામના મોમાઈ માતાના મંદિર પાસે પહોંચતા પાછળથી કાર નંબર જીજે ૦૭ ડીએફ ૧૪૭૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાયથી માણસોની જિદગી જોખમાય તે રીતે ચલાવી ચાલીને જતા અમિતકુમાર તથા અરવિંદભાઈ તથા વિપુલભાઈ સાથે અથડાવી દેતા ત્રણેયને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અરવિંદભાઈ ભીખાભાઈ પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે અમિતકુમારે કાર ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


