લોકડાઉનને લઈને સરકારનો મોટો નિર્ણય, લારી-ગલ્લા અને દુકાનદારોને 6 કલાક માટે આપી છૂટછાટ
- સવારે 9થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે
ગાંધીનગર, તા. 20 મે 2021, ગુરૂવાર
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં થોડોક ઘટાડો નોંધાઈ રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરતા જણાવ્યું કે લારી ગલ્લા વેપારીઓને મોટી રાહત આપતા જણાવ્યું છે કે સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી દુકાનો રાખી શકાશે.
રાજ્યમાં ઉત્પાદન કરનાર એકમો અને ઉદ્યોગો પણ યથાવત રીતે ચાલુ રહે અને શ્રમિકોને કોઈ પ્રકારની તકલિફના સર્જાય તે હેતુસર કાચો માલ પુરા પાડતા તમામ એકમો પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી તરફ આ એકમોમાં કાર્યરત કર્મચારી માટેની વાહન વ્યવહાર ચાલુ રહેશે તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે કરેલી જાહેરાતમાં નવો ફેરફાર તમામ પ્રકારના ધંધાદારો અને વેપારીઓને લઈ કરાયો છે. જેમાં અત્યાર સુધી માત્ર કરિયાણા અને ડેરી અને ખાણીપીણીનો વેપાર ખુલ્લો રાખવાની છૂટ હતી. જેના બદલે હવે તમામ પ્રકારના ધંધાઓ ખુલ્લા રહેશે. આ માટે સમય પણ નક્કી કરાયો છે. સવારના 9થી 3 વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. જો કે, ટ્યુશન ક્લાસિસ અને શાળાઓ વિશે કોઈ છૂટછાટ સામે આવી નથી.
- મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
- રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન
- 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન
- સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
- લારી-ગલ્લા, વેપારીઓને મોટી રાહત
- હાર્ડવેર, બ્યુટી પાર્લર, જ્વેલર્સ, ખાણી પાણીની દુકાનો ખુલ્લી રાખી શકશે
- મોબઈલની દુકાન, ગેરેજ અને પંચરની દુકાન, મોલ્સ પણ ખુલ્લા રાખી શકાશે
- ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
- રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો
- હોલસેલ માર્કેટ, મોલ્સ