Gujarat

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા

By GS TEAM
12 Feb 20261 min read
TukuTouch Logo
અમરેલીમાં કારમાં ભીષણ આગ લાગતા ભાગદોડી મચી હતી. કારની ગેસની ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતા વધુ તીવ્ર બની હતી. આગના બનાવને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં 3 મહિલા સહિત 4 લોકો દાઝતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા

Amreli News : અમરેલીમાં કારમાં ભીષણ આગ લાગતા ભાગદોડી મચી હતી. કારની ગેસની ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતા વધુ તીવ્ર બની હતી. આગના બનાવને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં 3 મહિલા સહિત 4 લોકો દાઝતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા

મળતી માહિતી મુજબ, અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી હતી. કારમાં પડેલા એસિડ જેવા પદાર્થોને કારણે આગ વિકરાળ બની હતી. કારની આગ બુઝાવવા ગયેલા 4 વ્યક્તિઓ દાઝ્યા હતા. આગના બનાવ અંગે જાણ કરતાં અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ દુર્ઘટનામાં આગ ઓલવવા ગયેલા ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું રેસ્ક્યુ

ઈજાગ્રસ્તોના નામ

હાર્દિકભાઈ જીતુભાઈ બાંભણીયા (ઉં.વ.25)

બંસીબેન ભરતભાઈ બાંભણીયા (ઉં.વ.22)

ઉષાબેન ભરતભાઈ બાંભણીયા (ઉં.વ.35)

રમીલાબેન જીતુભાઈ બાંભણીયા (ઉં.વ.50)