વડોદરામાં હોલીડે પેકેજના નામે ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર પાર્ક પ્રિવેરાના મેનેજરની ધરપકડ
Vadodara : વિદેશના હોલીડે પેકેજના નામે અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર ટુર ઓર્ગેનાઇઝર કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે મેનેજરની ધરપકડ કરી છે.
વડોદરાની હોટલોમાં સેમિનાર યોજી કપલોને બોલાવ્યા બાદ બુકિંગના નામે તેમની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. ગ્રાહકોને વિદેશના ટુર પેકેજની ઓફર કરવામાં આવતી હતી. પરંતુ અનેક ગ્રાહકોને કંપનીનો વરવો અનુભવ થયો હતો.
વડોદરાના ચાર ગ્રાહકો સાથે આવી જ રીતે રૂ.ત્રણ લાખ ઉપરાંતની ઠગાઈ થઈ હતી. જેમાં એક ગ્રાહકને વિદેશને બદલે એક જ વખત જયપુર મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેનો સંપર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી ચારે ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં ફરાર મેનેજર શશાંક જગદીશભાઈ શર્મા (ડીસા, બનાસકાંઠા હાલ રહે. જ્યોતિ એપારમેન્ટ, મકરપુરા રોડ, વડોદરા) ને વડોદરાના મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.