Get The App

બે-બે સંતાન ધરાવતા માતા-પિતા પ્રેમમાં પડ્યા, પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા બળાત્કારની ફરિયાદ

Updated: Nov 27th, 2024

GS TEAM

Google News
Google News
બે-બે સંતાન ધરાવતા માતા-પિતા પ્રેમમાં પડ્યા, પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા બળાત્કારની ફરિયાદ 1 - image


Vadodara Crime : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બે પરિણીત પ્રેમીઓનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમાં બે સંતાનની માતાએ લગ્નનો ઇનકાર કરનાર બે સંતાનના પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બે સંતાન ધરાવતી વડોદરાની પીડીતાએ પોલીસને કહ્યું છે કે, ફેસબુકના માધ્યમથી આનંદના કમલેશ પઢીયાર સાથે ફ્રેન્ડશીપ થયા બાદ ફોન પર વાતચીત અને મળવાનું શરૂ થયું હતું. 

કમલેશ પઢીયાર પણ બે સંતાન ધરાવતો હતો. તેણે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને પાવાગઢની તળેટીમાં આવેલી હોટલો તેમજ અન્ય સ્થળોએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. કમલેશે મહિલાની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું અને તેને મારઝૂડ પણ કરતો હતો.

કમલેશે લગ્નની લાલચ આપ્યા બાદ લગ્ન નહીં કરતા આખરે પિડીતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

Tags :