Get The App

માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું 1 - image

મોબાઈલનો દુરુપયોગ કરતા

અભયમે તરૃણીનું કાઉન્સેલિંગ કરતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર શહેરમાં મોબાઈલનો દુરુપયોગ કરતા માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડી જતી રહી હતી. અભયમે તરૃણીનું કાઉન્સેલિંગ કરતા માતા-પિતા સાથે સમાધાન કરાવી પરિવારનું પુનઃમિલન કરાવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી તરુણી મોબાઈલ ફોનનો દુરુપયોગ કરી રહી હોવાની જાણ થતા માતા-પિતાએ ઠપકો આપી ફોન લઈ લીધો હતો, જે બાબતથી નારાજ થઈને તરુણી ઘરેથી ચાલી ગઈ હતી. તરુણી મળી આવતા માતા-પિતાએ ૧૮૧ પર મદદ માંગી હતી.

કાઉન્સેલર રિંકલ મેત્રા સહિતની ટીમે તરુણી અને તેના માતા-પિતાનું વિગતવાર કાઉન્સેલિંગ કર્યું. ટીમે તરુણીને કાયદાકીય પાસાઓ અને ભવિષ્ય વિશે સમજણ આપી. કાઉન્સેલિંગના અંતે તરુણીને પોતાની ભૂલ સમજાતા તેણે ભવિષ્યમાં મોબાઈલ ફોનનો દુરુપયોગ નહીં કરવાની ખાતરી આપી અને માતા-પિતા સાથે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ૧૮૧ ટીમે તરુણીને રાજીખુશીથી માતા-પિતાને પરત સોંપી, જેનાથી માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.