Gujarat
દોઢ વર્ષના બાળકને કારણે માતા-પિતાએ ડીવોર્સનો નિર્ણય પડતો મુક્યોઃ દાંપત્યજીવનની નવી શરૃઆત કરી
By GS TEAM
21 Aug 20251 min read

વડોદરાઃ વડોદરામાં દોઢ વર્ષના બાળકને કારણે માતા-પિતા ફરી એક થયા હોવાનો કિસ્સો બન્યો છે.
વડોદરાની યુવતીના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને હાલમાં દોઢ વર્ષનું બાળક છે.પરંતુ નાની નાની વાતોમાં પતિ અને સાસુ ઝઘડા કરતા હોવાથી થોડા સમય પહેલાં પત્ની દોઢ વર્ષના બાળકને લઇ ચાલી જવા તૈયાર થઇ હતી.પરંતુ પતિ અને સાસુએ બાળકને પોતાની પાસે રાખી લીધું હતું.જેથી બાળક વિના અલગ રહેતી માતા ખૂબ દુખી થઇ હતી અને બાળક માટે અભયમની મદદ માંગી હતી.
અભયમની ટીમે બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને બંનેને બાળક માટે અનહદ લાગણી અને પ્રેમ હોવાથી તેના ભવિષ્યનો વિચાર કરવા સમજાવતાં બંને જણાએ પોતાની ભૂલો કબૂલી હતી અને દાંપત્યજીવનની નવી શરૃઆત કરી હતી.








