Gujarat

ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે

By GS TEAM
18 Dec 20251 min read
ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ સહિતની ફેકલ્ટીઓના ટીવાયના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ હેઠળ ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપ કરવાની છે.

આ માટે કોમર્સ ફેકલ્ટીએ તો ચાર પાનનું એક ફોર્મ બહાર પાડયું છે.જે વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફ લગાવીને ભરવાનું રહેશે અને તેમાં વાલીઓની સંમતિનો પણ સમાવેશ થાય છે.ચાર પાનનું ફોર્મ ભરવામાં પણ વિદ્યાર્થીઓ કંટાળે તો નવાઈ નહીં હોય.

ફોર્મમાં અપાયેલી જાણકારી પ્રમાણે તો વિદ્યાર્થીઓ સુરક્ષાની, શિસ્ત જાળવવાની ગાઈડલાઈનનું પાલન કરશે તેવી પણ બાયદ્રી વિદ્યાર્થીઓએ આપવાની છે.જોકે આ ગાઈડ લાઈનો શું છે તેની મોટાભાગના વિદ્યાર્થીઓને જાણ નથી.આ ફોર્મના ભાગરુપે ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને જે તે કંપનીમાં કે સંસ્થામાં કે અન્ય કોઈ જગ્યાએ ઈન્ટર્નશિપ કરવા માટેનો ભલામણ પત્ર આપવામાં આવશે.ફેકલ્ટી ડીન પ્રો.જે કે પંડયાનું કહેવું છે કે, જાન્યુઆરી મહિનાથી  વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ શરુ થશે.૮૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક અધ્યાપક રહેશે.જે વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પર નજર રાખશે અને તેનું મૂલ્યાંકન પણ કરશે. વિદ્યાર્થીઓએ ક્યા ંસુધીમાં ઈન્ટર્નશિપ પૂરી કરવાની રહેશે તેની જાણકારી હવે પછી વિદ્યાર્થીઓને અપાશે.