Gujarat

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ

By GS TEAM
3 Dec 20251 min read
TukuTouch Logo
લવ મેરેજ કર્યા બાદ યુવતીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા રહસ્ય ઘૂંટાયું

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ

Vadodara : લવ મેરેજ કર્યા બાદ રણોલી વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હોવાની જાણ તેના પતિ દ્વારા મૃતક યુવતીના માતા-પિતા અને કરાઈ હતી. પરંતુ યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હોય તેના માતા-પિતા સહિતના પરિવારના સભ્યો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.

વડોદરા શહેરમાં નેન્સી નામની યુવતીને એક યુવક સાથે પ્રેમ સબંધ બંધાયા હતા. જેથી યુવકે તેને કરવાના વાયદા આપ્યા હતા ત્યારે યુવતીએ પણ તેની લગ્ન કરવા માટે હા પાડી હતી. યુવતીએ તેના પ્રેમી સાથે લવ મેરેજ કરીને રણોલી વિસ્તારમાં રહેતી હતી. દરમીયાન 2 ડિસેમ્બરના રોજ યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાની જાણ મૃતક યુવતીના પતિ દ્વારા તેના સાસુ અને સસરા સહિતના પરિવારના સભ્યોને કરી હતી. તેને હાલમાં રણોલી બાદ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ નેન્સીનું મોત થઈ ગયું હોય તેના માતા-પિતા તથા અન્ય પરિવારના સભ્યો દ્વારા તેમની દીકરીના ગળાના ભાગે નખ તથા અન્ય ઇજાના નિશાન પડેલા હોય તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હત્યાના કાંડને છુપાવવા માટે તેઓએ તેમની દીકરી આત્મહત્યા કરી હોવાની વાત ઉપજાવી કાઢવામાં આવી છે. જેથી મૃતક યુવતીના પરિવારના સભ્યો દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.