આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી ૨૫૦ પેરા પેડલર્સ ભાગ લઈ રહ્યા છે

શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે તા. ૨ ડિસેમ્બરથી ત્રિદિવસીય પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી)દ્વારા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તા. ૨થી ૫ ડિસેમ્બર સુધી યુટીટી બીજી પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૫૦ પેડલર્સ (ટેબલ ટેનિસ રમતના ખેલાડી)ભાગ લઈ રહ્યા છે. જેઓ રાષ્ટ્રિય રેન્કિંગ સુધારવા માટે સ્પર્ધા કરશે. મેન્સ - વિમેન્સ સિંગ્લસની વિવિધ શ્રેણીમાં વ્હિલચેર તથા સ્ટેન્ડિંગ રમતમાં ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવશે. સ્પર્ધાના સમાપન પ્રસંગે વિજેતા ખેલાડીઓને રોકડ રકમ, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. તેમજ પાંચ ખેલાડીઓને વ્હિલચેર અપાશે. ટીટીએફઆઈ દ્વારા રેફરી તરીકે પ્રેમરાજ ચાચક ( છત્તીસગઢ) અને ડે. રેફરી જીત્યાંગ ભટ્ટ અને પ્રવીણ નિવાપુરે (વડોદરા)ની નિમણુંક કરાઈ હોવાનું ટીટીએબી સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું છે.

