તરસાલીની પ્રમુખ ભૂમિ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા અફરાતફરી
Vadodara Fire : વડોદરા તરસાલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો.
તરસાલીની પ્રમુખ ભૂમિ સોસાયટીના મકાનમાંથી ધુમાડા નીકળતા આસપાસના રહીશો ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા. થોડીવારમાં મકાનમાંથી આગે પણ દેખા દીધી હતી.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા જવાનોએ થોડી જ વારમાં આગ કાબુમાં લીધી હતી. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી તેમજ વીજ કંપની તેમજ ગેસ વિભાગની ટીમો પણ આવી ગઈ હતી. મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ હોવાનું માની શકાય છે.