Gujarat
અટલાદરામાં ખાનગી હોસ્પિટલ નજીક બનતી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી
By GS TEAM
29 May 20261 min read
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડીંગમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ કાબુમાં લીધી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડીંગમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ કાબુમાં લીધી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડીંગમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ કાબુમાં લીધી હતી.
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની પાછળના ભાગે હોસ્પિટલની એક બિલ્ડીંગ બની રહી હતી. ત્યારે સેન્ટ્રલ એસીના કામ દરમિયાન આગ લાગતા ધુમાડાના ગોટા છવાયા હતા.
બનાવની જાણ થતાં મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને થોડીવાર માટે ગભરાટનો માહોલ છવાયો હતો.