લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર
લીંબડી -
લીંબડી તાલુકાના ઉટડી ગામે ચાલુ કારમાં આગ લાગતાં અફરાતફરીનો
માહોલ સર્જાયો હતો. આગના બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.
જ્યારે કાર ચાલક સમયચુકતાથી પોતાનો જીવ બચાવી કાર માંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ
કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જતાં કાર ચાલકને નુકસાન પહોચ્યું હતું. કારમાં આગ
લાગવાથી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતાં.
આગ બુઝવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ હમણાં ઘણા સમયથી નાના મોટા વાહનો મા
આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ
કારમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.