Get The App

દિવ્ય સિમંધરની રૃા.૨.૫૦ કરોડની રકમ જપ્ત કરવાની કાર્યવાહી

Updated: Sep 19th, 2018

GS TEAM

Google News
Google News
દિવ્ય સિમંધરની રૃા.૨.૫૦ કરોડની રકમ જપ્ત કરવાની કાર્યવાહી 1 - image

વડોદરા,તા.19,સપ્ટેમ્બર,બુધવાર

વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરીમાં રિફાઇનરીના બોગસ ઇન વોઇસને રજૂ કરી કોર્પોરેશનને રૃા.૮ કરોડનો ચૂનો લગાવનાર ઇજારદાર દિવ્ય સિમંધરની રૃા.૨.૫૦ કરોડની ઇ.એમ.ડી., ડીપોઝીટ, પર્સનલ ગેરન્ટી તથા કામના બિલની રકમ જપ્ત કરવાની કાર્યવાહી શરૃ થઇ છે. જેમાં રૃા.૨૦ લાખની અર્નેસ્ટમનીની રકમ જપ્ત કરી દેવાઇ છે. બાકીની જેમ જેમ મુદત આવશે તેમ તેમ કોર્પોરેશનની તિજોરીમાં જમાં કરવામાં આવનાર છે.

અત્રેયાદ આપવું જરૃરી છે કે તાજેતરમાં વિજિલન્સના અહેવાલના આધારે કમિશનર અજય ભાદુએ ઇજારદાર સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.


Tags :