વડોદરામાં ફલાય ઓવર, રેલ્વે બ્રીજ, અન્ડરપાસની કામગીરી માટે કન્સલ્ટન્સ એજન્સીઓની પેનલ રચાશે
Vadodara Corporation : વડોદરા પાલિકામાં ફલાય ઓવર બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ, રીવર બ્રીજ, કલ્વર્ટ, અન્ડરપાસ તથા તેને આનુસાંગિક કામગીરી માટે કન્સલટન્ટ તરીકે એક તથા કવોલીફાય થયેલ અન્ય ત્રણ કન્સલટન્ટ એજન્સીઓ સહ પેનલ બનાવી જરૂરીયાત મુજબ એક અથવા અલગ-અલગ એજન્સી પાસેથી વિવિધ સંયુક્ત અથવા અલાયદી કામગીરી 3 વર્ષ તથા જરૂરીયાત જણાય તો વધુ 2 વર્ષ કરાવવા અંગેની આનુસાંગિક તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવા અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
શહેરમાં રેલ્વે ઓવર બ્રીજ, ફલાય ઓવર બ્રીજ, રીવર બ્રિજ, અંડરપાસની કામગીરીની સર્વીસીસ મેળવવા અર્થે વર્ષ 2021માં સલાહકાર મે.કસાડ કેન્સલટન્ટન્ટ્સ પ્રા. લી.ની સર્વીસીસની કામગીરી તેમજ સલાહકાર મે.પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા. લી.ને સ્થાયિ સમિતિએ અગાઉ મંજૂરી આપી હતી. જે મુજબ અત્રેથી વિવિધ બીજ/કલ્વર્ટના કામો માટે હાલ સુધી સલાહકારની નિમણુંક અધિકાર પરત્વે મંજુરી મેળવી કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2021માં કન્સલટન્સી સર્વીસીસ અર્થે મંગાવેલ ભાવપત્ર મુજબ રાલાહકારને તા.15-07-2021ના રોજ Letter of Intent આપવામાં આવેલ. જે મુજબ તેઓની સમયમર્યાદા 3 વર્ષની રાખવામાં આવેલ, જે તા.14-07-2024ના રોજ પુર્ણ થતી હતી. પરંતુ ટેન્ડરની શરત મુજબ ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી અથવા 1 વર્ષ જે ઓછી સમય મર્યાદા માટે સ્થાયિ સમિતિ ઠરાવથી મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવેલ સત્તા મુજબ અધિકાર પરત્વે મંજુરી મેળવવામાં આવેલ છે.
વિવિધ નવીન ફલાય ઓવર બ્રીજ/રેલ્વે ઓવર બ્રીજ/રિવર ઓવર બ્રીજ/કલ્બર્ટના કામો તેમજ હયાત વર્ષો જુના બ્રીજ/કલ્પર્ટના મેઇનટેનન્સના ભાગરૂપે બ્રીજ/કલ્વર્ટ વાઈડનીંગ તથા સ્ટ્રેન્થનીંગની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આયોજનના કામો સંદર્ભે સાઈટના ડેટા કલેકશન, સર્વે, સોઇલ ઇન્વેટીગેશના, ડી.પી.આર., ડીટેઇલ અંદાજ, ટેન્ડર તૈયાર કરવા, ડ્રોઇંગ તથા સ્ટ્રકચર ડીઝાઇન તૈયાર કરી R&B (Design) વિભાગમાંથી મંજુર કરાવવાની, રેલ્વે ઓવર બ્રીજ સંદર્ભે રેલ્વે વિભાગમાંથી મંજુરી મેળવવાની તથા સ્થળે વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી ઝડપથી તેમજ ચોકસાઈપુર્વક સુપરવિઝન સહ કામગીરી શરૂ થયેથી પુર્ણ થતા સુધીની જરૂરિયાત રહે છે. જે કામોની અગ્રીમતા છે તે કામોની સર્વે તથા ડીઝાઇનની કામગીરી હાલના સલાહકારને મંજુરી મેળવી સોપવામાં આવેલ છે. સલાહકારને પાર્ટ-1 તથા પાર્ટ-2ની કામગીરી આપવામાં ભાવતા કામગીરીમાં બીન જરૂરી વિલંબ જવાની શકયતાને ધ્યાને લેવાઇ તથા નાણાંકીય વર્ષના બજેટમાં કામની મંજુરી બાદ તુરંત પ્રોજેક્ટનું અમલીકરણ જાઈ શકે તથા શહેરના નાગરીકોને સદર લાભ મળે તે હેતુસર બ્રિજને સંલગ્ન સ્કોપ ઓફ વર્ક સહ કામગીરી થઈ શકે.