Gujarat

પંચમહાલના હડફ ડેમમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત

By GS TEAM
24 Jun 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યાર ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં, ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ઉપરવાસમાંથી 3700 ક્યુસેક પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલના હડફ ડેમમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત

Hadaf Dam In Panchmahal: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યાર ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં, ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ઉપરવાસમાંથી 3700 ક્યુસેક પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.

હડફ ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખોલ્યા

પાણીની પુષ્કળ આવકને કારણે હડફ ડેમની જળસપાટી 164 મીટરના રુલ લેવલ પર પહોંચી ગઈ હતી. રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા. હડફ ડેમના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલીને હડફ નદીમાં 3660 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદઃ ડેડીયાપાડાનો પુલ ધરાશાયી, ઘરોમાં ઘૂસ્યા પાણી

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં, હડફ નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડાંગરિયા, ખાનપુર, માતરિયા વેજમા, મોરવાહડફ અને કડાદરા ગામના લોકોને નદીકિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ પગલાં લેવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.