Get The App

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે 1 - image


સમગ્ર રાજ્યમાં ઇ-ગ્રામ સોસાયટીના શોષણ સામે

સમાન કામ સમાન વેતનમાનસિક ત્રાસખોટીરીતે છુટા કરવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના મંડળ દ્વારા લડતના મંડાણ

ગાંધીનગર :  ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક -ઓપરેટર મંડળ દ્વારા ઇ-ગ્રામ સોસાયટી અને ગુજરાત સરકાર સમક્ષ ગ્રામ પંચાયત વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર એટલે કે, વીસીઇના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.અગાઉ પણ ઘણી વખત ઈ-ગ્રામ સોસાયટીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઇ ઉકેલ લવાયો નથી જેના પગલે હવે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.

મંડળ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં મહત્વનો પ્રશ્ન  પગાર અને શોષણનો છે.મંડળની મુખ્ય માગણી એ છે કે વીસીઇને પગાર ચૂકવવામાં આવતો નથી, જ્યારે અન્ય કર્મચારીઓને પગાર મળે છે, જે 'સમાન કામ સમાન વેતન'ના સિદ્ધાંતનો ભંગ છે. આ ઉપરાંત, સમયસર કમિશન ન ચૂકવીને વીસીઇનું શોષણ કરવામાં આવી રહ્યું છે. મંડળે સરકાર સમક્ષ વીસીઇને પગાર ચૂકવવા માટે જરૃરી કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. આ ઉપરાંત મંડળે જણાવ્યું છે કે ઇ-ગ્રામ સોસાયટીના પત્રોનો જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ અનાદર થાય છે, અને આર્મી ઇન્ફો ટેક કંપનીના કર્મચારીઓ દ્વારા વીસીઇને હેરાનગતિ કરવામાં આવે છે. આવા જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત કક્ષાઅ વીસીઇને નિયમો વિરુદ્ધ છૂટા કરવામાં આવે છે અને તાલુકા/જિલ્લા પંચાયત દ્વારા તેમને કોઈ ન્યાય મળતો નથી. જૂના છૂટા કરાયેલાવીસીઇને પરત લેવાની અને તેમની જગ્યાએ નવા  વીસીઇને તાત્કાલિક છૂટા કરીને જૂના વીસીઇને ન્યાય આપવાની માગણી પણ કરવામાં આવી છે.અનેક યોજનાઓનું કામ કરે છે, તેમ છતાં તેમને સરકારી કર્મચારી ન હોવા છતાં રજાના દિવસે અને રાત્રે કામ કરવા માટે માનસિક ત્રાસ આપવામાં આવે છે.

આવેદનપત્રમાં મંડળે સ્પષ્ટતા કરી છે કે જો પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે, તો ગુજરાત રાજ્યના તમામ વીસીઇને ન્યાય મેળવવા માટે ઈ-ગ્રામ સોસાયટી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી લડત આપવાની ફરજ પડશે. આના ભાગરૃપે, મંડળે જાહેરાત કરી છે કે ૧લી ઓગસ્ટના રોજ, ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવવા માટે એક દિવસ માટે તમામ કામગીરી બંધ રાખવામાં આવશે.

Tags :