Get The App

ઠાસરા તાલુકાના સૂઈ ગામમાં પંચાયતનું મકાન જર્જરિત બનતા કર્મચારી ભયમાં

- છતમાંથી પોપડા ખરે છે, કમ્પ્યુટર રૂમ પણ જર્જરિત હોવાથી વહેલી તકે રિપેર કરવા માંગણી

Updated: Oct 28th, 2020

GS TEAM


Google News
Google News
ઠાસરા તાલુકાના સૂઈ ગામમાં પંચાયતનું મકાન જર્જરિત બનતા કર્મચારી ભયમાં 1 - image


નડિયાદ, તા. 28 ઓક્ટોબર 2020, બુધવાર

ઠાસરા તાલુકાના સૂઇ ગામમાં આવેલ ગ્રામ પંચાયતનુ મકાન જર્જરીત બન્યુ  છે.છત પરથી પોપડા પડતા પંચાયત મકાનમાં બેસતા કર્મચારીઓને જીવનુ જોખમ ઉભૂ થયુ છે.તંત્ર દ્વારા જર્જરીત બનેલ મકાન વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

સૂઇ ગામની વસ્તી આશરે ૩,૮૦૦ ની આસપાસ  છે.ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચને બેસવા માટે  અને રેકર્ડ સાચવવા માટેના રૂમો જર્જરીત બન્યા છે.પંચાયતના કોમ્પ્યુટર રૂમની અંદર જે રૂમ છે એ રૂમની છત જર્જરીત થતા પોપડા પડે છે.

જેથી પંચાયત મકાનમાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટર જીવના જોખમે બેસે છે.

સૂઇ ગ્રામ પંચાયતનુ આખુ મકાન જર્જરીત થઇ ગયુ છે.વળી સભા હોલના બારીબારણા પણ જર્જરીત થયા છે.હોલના બારણા તુટી ગયા છે અને છત પણ જર્જરીત છે,મકાન જર્જરીત થતા મકાનોમાં તિરાડો પડી છે.જેમાંથી ઝેરી જીવજંતુઓ આવતા હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.તેમજ મકાનની બહાર દરવાજાને લોખંડની જાળી છે  આ જાળીને કાટ લાગવાથી બહારની જાળી બંધ થતી નથી.જેથી તાળુ મારી શકાતુ નથી,સૂઇ ગામની ૩૮૦૦ થી ૪૦૦૦ ની વસ્તી કોઇ પણ કામ અર્થે  ગ્રામપંચાયતમાં આવે ત્યારે કોમ્પ્યુટર રૂમ જર્જરીત થઇ જવાથી નગરજનો કચેરીમાં આવતા ડરે છે.

તેમજ કચેરીના બે રૂમો ખોલી શકાતા નથી.ફક્ત કોમ્પ્યુટર રૂમ એક માત્ર ખોલવાની ફરજ ગ્રામ પંચાયતના પટ્ટાવાળા ને પડે છે.સૂઇ ગામનુ મકાન ગમે ત્યારે ઘરાસાઇ થાય તેમ છે.

પંચાયત મકાન જોખની હોવાનુ સરપંચ બયજીબેનના પ્રતિનિધિ ભીમસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ.તેમજ ગામના તલાટી લલીત પટેલને  પણ વેરાવસુલાત મા ડરના માર્યો જર્જરીત મકાનમાં ના છુટકે બેસવુ પડે છે.

Tags :