Get The App

પાલિતાણાના શખ્સને યુવતી સાથે બળાત્કારના ગુનામાં આજીવન કેદ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
પાલિતાણાના શખ્સને યુવતી સાથે બળાત્કારના ગુનામાં આજીવન કેદ 1 - image


- જામીન ઉપર મુક્ત થઈ શખ્સે યુવતીને હવસનો શિકાર બનાવી હતી

- ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા મહુવા કોર્ટનો હુકમ

ભાવનગર : બે વર્ષ પૂર્વે મહુવા પંથકની યુવતીને ધમકી આપી બળાત્કાર ગુજારવાની ચકચારી ઘટનામાં કોર્ટે પાલિતાણાના શખ્સને આજીવન કેદની સજા ફટકારી છે.

મહુવા પંથકમાં રહેતી ૧૮ વર્ષની યુવતીના મધરાતે ઘરમાં ઘુસી નવાબખાન હુસેનભાઈ પઠાણ (ઉ.વ.આ.૨૫)પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે મહુવા પોલીસે ગત તા.૧૬ મે,૨૦૨૩ના રોજ આરોપી વિરૂદ્ધ આઈપીસી ૩૭૬ (૧), ૪૫૦, ૫૦૬ (ર) હેઠળ ગુનો નોંધી બળાત્કારી શખ્સની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ મહુવાના બીજા એડી.ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો,૧૬ મૌખિક,૩૮ લેખિત પુરાવાને ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગબનનાર યુવતીને વિક્ટીમ કંમ્પસેશન સ્કીમ-૨૦૧૯ હેઠળ ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.ઉલ્લેખનિય છે કે, આરોપી નવાબખાન પઠાણે વર્ષ ૨૦૨૨માં પણ એક સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ગુનાના કામે કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. ત્યારે શખ્સે જામીન અરજી મંજૂર થતાં જેલમાંથી બહાર આવી યુવતીને હવસનો શિકાર બનાવી હતી.

આરોપી સગીરા પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે

યુવતી ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં આજીવન કેદની સજા પામેલો નવાબખાન પઠાણ અગાઉ વર્ષ ૨૦૨૨માં એક સગીરા સાથે પણ રેપ કર્યો હતો. પોક્સો એક્ટ સહિતની કલમના ગુનાની વર્ષ ૨૦૨૪માં સુનવણી થતાં મહુવા કોર્ટે સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાઓને ગ્રાહ્ય રાખી ૨૦ વર્ષ સખત કેદની સજા ફટકારી હોય, તે તળે  નવાબખાન પઠાણ હાલ રાજકોટ જિલ્લા જેલમાં છે. ત્યાં શખ્સ સામે વધુ એક બળાત્કારનો કેસ સાબિત થતાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

Tags :