Get The App

પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મોત, અમદાવાદમાં યોજાયેલી આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મોત, અમદાવાદમાં યોજાયેલી આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 1 - image


Jain Protest Rally in Ahemdabad:  રાજસ્થાનના પાલીમાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં જૈન સાધુના મોતના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. જૈન સમાજ દ્વારા આજે અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૈન સમાજ દ્વારા વિહાર કરતાં સાધુ-સાધ્વીની સુરક્ષાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. 

અમદાવાદમાં શ્વેતાંબર જૈન સમુદાયનું વિરોધ પ્રદર્શન

અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં માર્ગ અકસ્માતમાં જૈન સાધુઓના દુર્ઘટનાગ્રસ્ત મોતના બનાવને સમાજ દ્વારા "અકસ્માત નહીં, પરંતુ ષડયંત્ર" ગણવામાં આવી રહ્યો છે. આ ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે જૈન સમુદાયે શાંતિપૂર્ણ રીતે રેલી યોજી હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, આવા બનાવો સંવેદનશીલ ધર્મગુરુઓની સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે છે અને સરકાર તથા પોલીસ તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. રેલીમાં મોટી સંખ્યામાં શ્રાવકો, સાધુ-સાધ્વીજીઓ અને યુવાવર્ગે ભાગ લીધો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવાની માંગ

અમદાવાદમાં યોજાયેલી આક્રોશ રેલી વાસણાથી શરૂ થઇ હતી અને પ્રીતમનગર અખાડા ખાતે સભા યોજવામાં આવી હતી. ઉકળાટ અને ગરમી હોવાછતાં બાળકોથી માંડીને વૃદ્ધો આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં જૈન સમાજના લોકો પોસ્ટરો સાથે જોવા મળ્યા હતા. જેમાં તેમણે આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવી હતી. આ ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવાની પણ માંગ કરી હતી. 

જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોથી હિટ એન્ડ રન દ્વારા જૈન સંતોને ટાર્ગેટ બનાવી હત્યા કરવામાં આવે છે. છેલ્લા બે અઠવાડિયામાં 4 જૈન સંતોની હત્યા કરવામાં આવી છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સાધુ-સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 

Tags :