Get The App

ગુજરાતઃ પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત

Updated: Nov 8th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાતઃ પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત 1 - image


- પાકિસ્તાની મરીને જે સમયે આ હુમલો કર્યો તે સમયે જળપરી ભારતીય સરહદમાં જ હતી

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની મરીને ગુજરાતના દ્વારકા ખાતેના સમુદ્રી વિસ્તારમાં ભારતીય હોડી પર ફાયરિંગ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું છે અને અન્ય એક ઘાયલ છે. 

પાકિસ્તાની મરીને જે હોડી પર ફાયરિંગ કર્યું તેનું નામ જળપરી હતું. ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે ઘાયલ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ પાકિસ્તાની મરીને જે સમયે આ હુમલો કર્યો તે સમયે જળપરી ભારતીય સરહદમાં જ હતી. 

Tags :