પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી વિસ્તારમાં તૈયાર કરાયેલા મિયાવાકી વૃક્ષોને કારણે આ બગીચામાં ઓક્સિજનનું લેવલ વધ્યું હોવાથી ઓક્સિજન પાર્ક તરીકે તેની ઓળખ આપવામાં આવી છે.

94 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પાર્કનું આજે મંત્રી મનીષાબેન વકીલ અને દંડક બાળ કૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો.જય પ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિ. કમિશનર મહેશ બાબુએ જણાવ્યું હતું કે સહેલાણીઓના આકર્ષણના કેન્દ્ર સમાન પાર્કમાં બાળકો માટે રમતગમત માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે.









