નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ
- જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત્ રહેશે
- રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે ગંદકી નહીં કરવા સૂચના છતાં પણ અમલ નહીં કરતા કાર્યવાહી
નડિયાદ : નડિયાદમાં રેલવે સ્ટેશન પાસે ગંદકી કરતા બે ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર ગંદકી સહિતની લઇ મનપાની ટીમ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પાસે આવેલા માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને ગંદકી ન કરવા વારંવાર મૌખિક સુચનાઓ આપવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો તેમ છતાં બંને સ્ટોલ દ્વારા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્ર પાસે ગંદકી કરવામાં આવતી હતી. જેને લઇ આજે મહાનગરપાલિકાની ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને સીલ કરી દીધા છે.શહેરી વિસ્તારમાં મનપા દ્વારા જાહેર સ્થળોએ ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે અભિયાન પણ યથાવત્ રાખવામાં આવશે.