મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકના અમદાવાદના ૯૩ બંધ મકાનનો આંગણવાડી માટે ઉપયોગ કરાશે

અમદાવાદ,શનિવાર,19 જુલાઈ,2025
અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકના ૯૩ બંધ મકાન
એસ્ટેટ વિભાગને સોંપાયા છે. આ બંધ મકાનનો આંગણવાડી માટે ઉપયોગ કરાશે.શહેરના વિવિધ
વોર્ડ વિસ્તારમાં ૨૧૦૦ આંગણવાડી હાલ ચાલી રહી છે. જે પૈકી ૭૦૦થી વધુ આંગણવાડી
ભાડાના મકાનમાં ચાલે છે.જેના ભાડા પેટે કોર્પોરેશન દોઢથી બે કરોડ ચૂકવે છે.
શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડની
માલિકીના ૫૪ તથા ૩૯ જેટલા સ્કૂલ બોર્ડ હસ્તકના ભાડાના બંધ મકાન મળી કુલ ૯૩ બંધ
મકાન ૪ જુલાઈ-૨૫ના રોજ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને સોંપવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં આ બંધ મકાનનો આંગણવાડી માટે ઉપયોગ કરવા દરખાસ્ત મંજુર કરાઈ
છે.ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,
ખાડીયા,જમાલપુર
સહીતના કોટ વિસ્તાર તેમજ સરદારનગર વોર્ડમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકના બંધ મકાનનો
આંગણવાડી માટે ઉપયોગ થવાથી કોર્પોરેશન હાલ જે અંદાજે બે કરોડ રુપિયા ભાડુ ચૂકવે છે
એ રકમની બચત થશે અને બંધ મકાન ફરીથી ઉપયોગમાં લઈ શકાશે.








