અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના ૧૧ કોમર્શીયલ,૪ રહેણાંક પ્લોટનું વેચાણ કરી ૧૮૨૩ કરોડ મેળવાશે

અમદાવાદ,ગુરુવાર,20
નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૧૧ કોમર્શીયલ તથા ૪
રહેણાંક હેતુ માટેના પ્લોટનુ વેચાણ કરી રુપિયા ૧૮૨૩ કરોડની અંદાજિત આવક મેળવવા
સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજુર કરી હતી. આગામી સપ્તાહે ૨૭ અને ૨૮
નવેમ્બરના રોજ કોર્પોરેશન હસ્તકના રહેણાંક
તથા કોમર્શીયલ પ્લોટની હરાજી કરાશે.જેના વેચાણ થકી રુપિયા ૧૨૦૦ કરોડની અંદાજિત આવક
થવાની સંભાવના છે. આમ કુલ મળીને ૨૮ પ્લોટનું વેચાણ કરી રુપિયા ત્રણ હજાર કરોડ આવક
મેળવવા કોર્પોરેશન પ્રયાસ કરશે.
ગુરૃવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટેરાના બે, ગોતાના ત્રણ
ઉપરાંત હેબતપુરના બે તેમજ મકરબાના ત્રણ,
બોડકદેવના બે તથા થલતેજના એક પ્લોટનુ વેચાણ કરવા દરખાસ્ત મંજુર કરાઈ
હતી.ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,
જે પ્લોટનુ વેચાણ થાય એના પ્લાન ૯૦ દિવસમાં મંજુર કરવા અધિકારીઓને તાકીદ
કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૭ રહેણાંક તથા
કોમર્શિયલ પ્લોટનુ વેચાણ કરી રુપિયા ૧૩૦૦ કરોડની આવક ઉભી કરવામાં આવી હતી.પ્લોટના
વેચાણ માટે જે યાદી નકકી કરાઈ હતી તે પૈકીના દસ પ્લોટ હજુ સુધી વેચાયા નથી.આ વર્ષે
પણ શીલજ, આંબલી,મોટેરા,થલતેજ,ગોતા સહિતના
પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.
કયા પ્લોટનું વેચાણ કરાશે
વોર્ડ પ્લોટ
એરીયા(સ્કે.મી.) અપસેટ વેલ્યુ(સ્કે.મી.)
મોટેરા ૨૪૭૭ ૧,૪૨,૦૦૦
મોટેરા ૨૬૬૦ ૧,૪૨,૦૦૦
ગોતા ૧૩૪૧૯ ૧,૦૫,૦૦૦
ગોતા ૩૯૩૨ ૧,૩૦,૦૦૦
ગોતા ૮૭૮૧ ૧,૨૦,૦૦૦
ભાડજ ૭૧૩૪ ૨,૦૦,૦૦0
સોલા ૧૭૫૧૨ ૧,૭૫,૦૦૦
થલતેજ ૧૫૩૫૧ ૨,૨૫,૦૦૦
બોડકદેવ ૭૫૭૭ ૨,૯૦,૦૦૦
બોડકદેવ ૮૦૬૦ ૨,૮૦,૦૦૦
થલતેજ ૫૧૦૫ ૨,૭૫,૦૦૦
સરખેજ ૨૯૮૮ ૧,૦૦,૦૦૦
મકરબા ૧૨૧૪ ૧,૦૦,૦૦૦
મકરબા ૮૫૪ ૧,૩૦,૦૦૦
સરખેજ ૧૮૨૪ ૧,૧૦,૦૦૦








