Get The App

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી 1 - image

વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં યુનિ.પેવેલિયન નજીક ગઇકાલે બપોરે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.જેમાં કાર ચાલકને ઇજા થઇ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,બીઓબી સર્કલથી રોઝરી સ્કૂલ તરફ કાર જઇ રહી હતી ત્યારે ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર યુનિ.ના ગેટની દિવાલ સાથે  ભટકાઇ હતી અને દિવાલ તૂટી ગઇ હતી.

આ  બનાવમાં કાર ચાલક આકાશ રાજેન્દ્રભાઇ સહાની(જાદવપાર્ક,અભિલાષા ચાર રસ્તા પાસે,સમા)ને ઇજા થઇ હતી.ધૂળેટી હોવાથી સતત ધમધમતા ઉપરોક્ત માર્ગ પર અવરજવર ઓછી હતી અને તેને કારણે બીજા કોઇને ઇજા થઇ નહતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.