માંડલ ચબુતરા ચોક નજીકના રાણીપરા વિસ્તારમાં આવરહેડ ટાંકી જમીનદોષ કરાઈ
ટાંકી
જર્જરીત અને ઘણાં સમયથી પોપળા પડતાં હોઈ આસપાસના રહીશોએ ગ્રા.પં.ને રજુઆત કરી હતી
માંડલ- માંડલના ચબુતરા ચોક નજીકના રાણીપરા વિસ્તારમાં
બે પાણીની ઓવરહડ ટાંકીઓ આવેલી છે જેમાં એક ટાંકી રહેણાંક વિસ્તારમાં હતી અને
આસપાસમાં દુકાનો પણ હતી આ ટાંકીને ૨૫ થી ૩૦ વર્ષ થતાં ટાંકીના ઉપરના ભાગેથી
સીમેન્ટના પોપડા ઉખડી રહ્યાં હતાં અને આસપાસ રહેણાંક વિસ્તાર હોઈ બાળકો રમતાં હોઈ, દુકાનદારો કામ કરતાં
હોય અને આસપાસના રહીશો પણ ફરતાં જેને લઈ આ ઓવરહેડ ટાંકી જર્જરીત થવાને પગલે રહીશો
દ્વારા ગ્રામ પંચાયતને રજુઆત કરાઈ હતી જેને પગલે આજરોજ ગ્રામ પંચાયત દ્વારા
આસપાસના રહેણાંક વિસ્તારને થોડાં સમય માટે ખાલી કરાવીને જેસીબી મશીનની મદદથી આ
ટાંકીને જમીનદોષ કરવામાં આવી હતી. ઓવરહડ ટાંકીને કારીગરો દ્વારા પોતાની સુઝબુઝથી
ઉતારી લેવામાં આવી અને આસપાસના રહેવાસીઓએ રાહત અનુભવી હતી.