બાર વર્ષના સમય દરમિયાન અમદાવાદના બાર વોર્ડના વૃક્ષ વિસ્તાર ઘટયો,વટવામાં ૪૧ ટકાથી વધુ ઘટાડો
ઈન્દ્રપુરી,કુબેરનગર ઉપરાંત સૈજપુર જેવા વોર્ડના ગ્રીન કવર વધ્યુ, ઇન્ટરનેશનલ કાઉન્સિલફોર લોકલ એન્વાયરમેન્ટના સર્વેનુ તારણ
અમદાવાદ,બુધવાર,30
જુલાઈ,2025
અમદાવાદમાં મિશન ફોર મિલીયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં
રોપાં-વૃક્ષો વાવવામાં આવી રહયા છે.ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ
ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સર્વે કરાયો હતો. આ સર્વેમાં બાર
વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ-૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં ઘટાડો નોંધાયો છે.વટવામાં સૌથી
વધુ ૪૧ ટકાથી વધુ ઘટાડા ેનોંધાયો છે. વૃક્ષ વિસ્તાર ઘટવા પાછળ વિવિધ પ્રોજેકટ માટેકપાયેલા વૃક્ષો
કારણભૂત છે. જયારે ઈન્દ્રપુરી,કુબેરનગર
ઉપરાંત સૈજપુર જેવા વોર્ડના વૃક્ષ વિસ્તારમાં એરીયામાં ૧૦૦થી ૨૦૦ ટકા વધારો
નોંધાયો છે.
વર્ષ-૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં
આવેલા વૃક્ષોને લઈ સર્વે કરાયો હતો. વૃક્ષોનુ છત્ર તેના વ્યાપ અને જે તે
વોર્ડમાં કેટલા વિસ્તારમાં (હેકટરમાં)
વૃક્ષો આવેલા છે જેવી બાબતોને ધ્યાનમા લઈ ૨૦૧૨માં વૃક્ષોની ગણતરી કરાઈ એ સમયે
શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષો હતા. એ સમયે શહેરના ક્ષેત્રફળ અનુસાર ચે જમીનના ૪.૬૬ ટકા
હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં શહેરના વિવિધ વોર્ડમાં
ચાલીસ લાખ રોપાં-વૃક્ષો વાવવામાં આવશે. રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના
કહેવા મુજબ, ૨૯ જુલાઈ
સુધીમાં કુલ ૨૦.૪૨ લાખ રોપા-વૃક્ષો વાવવામાં આવ્યા છે.૩૧ ઓગસ્ટ સુધીમાં બાકીની
કામગીરી પુરી કરવી હોય તો રોજ ૬૪ હજાર રોપા-વૃક્ષો વાવવા પડશે. ઈન્ટરનેશનલ
કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટના ગ્રીન કવરના સર્વેમાં જે વિગત સામે આવી છે.તેને
જોતા વટવા વોર્ડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે.જેને કારણે છેલ્લા
કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા છે.આજ સ્થિતિ મણિનગર વોર્ડમાં પણ
જોવા મળી છે. ખાડીયા વોર્ડમાં વૃક્ષારોપણ માટે કોઈ ખુલ્લા પ્લોટ જ મળે એવી સ્થિતિ
નથી રહી.
કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષ કાપ્યા
વર્ષ વૃક્ષની
સંખ્યા
૨૦૧૭-૧૮ ૧૦૬૮
૨૦૧૮-૧૯ ૨૨૪૩
૨૦૧૯-૨૦ ૩૧૪૩
૨૦૨૦-૨૧ ૧૦૦૩
૨૦૨૧-૨૨ ૮૭૧
૨૦૨૨-૨૩ ૧૨૦૦
૨૦૨૩-૨૪ ૧૪૧૬
અમદાવાદમાં ૫.૯૦ લાખ વૃક્ષની ગણતરી
મ્યુનિસિપલ કોર્પોરેશને સાર નામની એજન્સીને શહેરના ૪૮
વોર્ડમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવાની કામગીરી આપી છે.અત્યારસુધીમાં ૫.૯૦ લાખ વૃક્ષોની ગણતરી પુરી થઈ છે.