Gujarat
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો
By GS TEAM
27 Mar 20261 min read

વડોદરા,ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં યુવકને યાકુતપુરા બોલાવી માર માર્યો હતો. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યાકુતપુરા પટેલ ફળિયામાં રહેતા શ્રમજીવી અસલમ બાબુભાઇ શેખે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે મારા સગીર વયના ભત્રીજાએ મને કોલ કરીને કહ્યું કે, સોહીલ તથા તેના ભાઇએ મને માર માર્યો છે. મને ઇજા થતા હું પાણીગેટની ખાનગી હોસ્પિટલમાં આવ્યો છું. જેથી, હું ત્યાં ગયો હતો. મારા ભત્રીજાએ મને કહ્યું કે, મેં એક છોકરાને ૫૦૦ રૃપિયા ઉછીના આપ્યા હતા. આ છોકરાએ મને પૈસા લેવા માટે યાકુતપુરા બોલાવ્યો હતો. જેથી, હું ત્યાં જતા મારા પર હુમલો કરતા જમણી આંખ તથા કપાળ પર ઇજા થઇ છે.









