Get The App

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે

મિલકતવેરો નહીં ભરનારા મિલકત ધારકોની ૪૦૦ મિલકત કલેકટર રેકર્ડ ઉપર બોજા હેઠળ નોંધવામાં આવી

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા  અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે 1 - image


અમદાવાદ,શનિવાર,13 સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો નહીં ભરપાઈ કરનારા મિલકતધારકોની ૪૬ જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકત હરાજી પ્રક્રીયા દરમિયાન કોઈ બીડર નહીં આવતા એક રુપિયા ટોકનથી કોર્પોરેશનના  નામે રેકર્ડ ઉપર ચઢાવી છે.નોંધનીય બાબત એ છે કે, જે મિલકત કોર્પોરેશનના ચોપડે ચઢાવાઈ છે તેની બજાર કિંમત રુપિયા ૫૦ કરોડથી પણ વધુ થવા જાય છે.હરાજી પ્રક્રીયા ઉપરાંત બાકી મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકોની ૪૦૧ મિલકત કલેકટરના રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકાઈ છે. જયાં સુધી આ મિલકત ધારકો બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરે ત્યાં સુધી તેઓ આ મિલકત વેચી શકશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો ભરપાઈ કરવા જે તે મિલકતધારકોને વારંવાર નોટિસ આપવાની સાથે છેલ્લી ચેતવણીની નોટિસ અપાતી હોય છે.તેમ છતાં ટેકસ નહીં ભરનારા કરદાતાઓને મિલકત જપ્તી-ટાંચનુ વોરંટ આપી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી બાકી મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકોની મિલકતની હરાજી કરવાની પ્રક્રીયા હાથ ધરવામા આવતી હોય છે.કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા ૩૬ દિવસમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી બાકી મિલકતવેરા ધારકોની રહેણાંક અને કોમર્શિયલ મળીને ૪૬ મિલકતની હરાજી પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી.જે પૈકી ૫૨ મિલકતની હરાજી સમયે ૯ મિલકત ધારકોએ રુપિયા ૬૨.૩૯ લાખનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા ૪૩ મિલકત કે જેની વર્તમાન બજાર કિંમત રુપિયા ૪૮.૬૧ કરોડ થાય છે તે એક રુપિયા ટોકનથી કોર્પોરેશનના નામે ચઢાવાઈ હતી. ૧૧ સપ્ટેમબર-૨૫ના રોજ કોઠી મહોલ્લા,લાલદરવાજા તથા કારંજ ચોકી સામે આવેલી બે મિલકત મળી કુલ ત્રણ મિલકતનો રુપિયા ૬૩ લાખનો બાકી મિલકતવેરો નહીં ભરાતા ત્રણ મિલકતની હરાજી થઈ હતી.

ઝોન મુજબ કેટલી મિલકતની હરાજી-બોજા હેઠળ

ઝોન    હરાજી  બોજા હેઠળ

મધ્ય    ૦૫    ૧૬૩

ઉત્તર   ૦૫     ૧૮

દક્ષિણ  ૦૪     ૧૧

પૂર્વ    ૦૭     ૨૦૧

પશ્ચિમ ૨૦      ---

ઉ.પ. ૦૫       ૦૮

દ.પ. ૨૩       --

કુલ  ૬૯       ૪૦૧

Tags :