Get The App

જામનગરની જી.જી હોસ્પિટલના આઉટ સોર્સના સેનેટરી ઇન્સ્પેક્ટર અને કર્મચારીનું કાસ્તાન : ખોટી હાજરી મંજૂર કરાવી સરકારી નાણાની ઉચાપત

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની જી.જી હોસ્પિટલના આઉટ સોર્સના સેનેટરી ઇન્સ્પેક્ટર અને કર્મચારીનું કાસ્તાન : ખોટી હાજરી મંજૂર કરાવી સરકારી નાણાની ઉચાપત 1 - image


Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી છે, અને જી.જી હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના એક સાથીદારે સરકારી નાણા પચાવી પાડવા માટેનું કરતુંત કર્યાનું સામે આવ્યું છે. ફરજ પર ન હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજૂર કરાવી લઈ સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 જામનગરની સરકારી જીજી હોસ્પિટલના આરએમઓ ડો.પ્રમોદકુમાર રામદાસ સક્સેનાએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જી. હોસ્પિટલના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટરના કર્મચારી એવા સેનેટરી ઇન્સ્પેક્ટર મકસુદ પઠાણ તેમજ જી.જી. હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજા સામે સરકારી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને આઉટસોર્સના કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી કે જેઓ નોકરી પર આવતા ન હોય, તેમ છતાં બંને આરોપીઓએ તેની ખોટી હાજરી પુરી, અને દર મહિનાના 12,839 લેખે સાત મહિનાના 89,873 રૂપિયાના પગાર બિલ બનાવી જી.જી. હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી મંજૂર કરાવી દીધા હતા, અને સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાહેર કર્યું હતું.

 આ અંગે સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઈ વી.એન.ગઢવીએ બંને કર્મચારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(5), 61(2), એ મુજબ ગુનો નોધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags :