સુરેન્દ્રનગરમાં પેન્શનધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ
જવાબાદર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ
જિલ્લાના પેન્શનરોએ ઈપીએફઓ કચેરીમાં પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રોષ ઠાલવ્યો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા ૧૦ વર્ષથી પેન્શન સબંધીત પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ ઈપીએફની મુખ્ય કચેરી ખાતે રજુઆત કરી રોષ દાખવ્યો હતો.
જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા ૧૦ વર્ષથી રૃ.૭૫૦૦નું બેઝિક પેન્શન, મોંઘવારી ભથ્થું, મેડીકલ સુવિધાઓનો લાભ મળી રહ્યો નથી. જે મામલે અગાઉ અનેક વખત ઈપીએમ કચેરી ખાતે રજુઆતો તેમજ આવેદન પત્ર પાઠવ્યા હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. પેન્શનધારકોએ પડતર માંગોને વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલી ઈપીએફની મુખ્ય કચેરીમાં રજૂઆત કરી રોષ દાખવ્યો હતો. તેમજ
આગામી તા.૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટની એક બેઠક યોજાવાની જેમાં પેન્શનરો પોતાના પ્રશ્નોનો ઠરાવ કરીને ઈપીએફઓને મોકલવાની માંગ કરી હતી.