વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી રીતે ભરે?
Vadodara Corporation : બેરોજગારોને સ્વાવલંબી બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય અને લોન આપવામાં આવે છે, જ્યારે બીજી બાજુ લારી ગલ્લા પથારા દ્વારા બેરોજગારો વેપાર ધંધો કરે છે ત્યારે દબાણ શાખાની ટીમ આવા હંગામી દબાણો હટાવીને માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવે છે. જ્યાં દંડની રકમ ભરવાથી આવા બેરોજગારોને પોતાનો માલ સામાન પરત મળતો હોય છે. માલ સામાન દબાણ શાખા દ્વારા કબજે કર્યા હતા લોનના આપતા કેવી રીતે ભરવા એ બેરોજગારો માટે પ્રશ્નાર્થ ખડો કરે છે.
દરમિયાન આજે વોર્ડ નંબર ૩માં ફતેગંજ મેઇન રોડથી પેવેલિયન રોડ પર અને ફતેગંજ ઇએમઇ સર્કલ થઈને અમિત નગર સર્કલ સુધીના હંગામી દબાણો સહિત 4 થી 5 જેટલા પ્લાસ્ટિક નાખેલા શેડના દબાણો ખસેડીને દબાણ શાખા દ્વારા એક ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો.