Get The App

ટ્રેક ટેસ્ટ માટે આવતાં અરજદારોને ત્રણ દિવસથી ધક્કા પડતાં આક્રોશ

Updated: Jan 30th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રેક ટેસ્ટ માટે આવતાં અરજદારોને ત્રણ દિવસથી ધક્કા પડતાં આક્રોશ 1 - image


આરટીઓનાં સર્વરનો ફરી ધબડકો

સવારથી લાઇન લગાવીને બેસી જતાં અરજદારો ત્રસ્ત : ગુરૃવારે સવારે પણ પ્રક્રિયા શરૃ કરાયાની સાથે સર્વર ફરી ખોટવાયું

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓમાં સર્વર ધીમુ ચાલવા અને બંધ પડી જવાનો સીલસીલો સમયાંતરે ચાલતો રહે છે. તેમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટવાઇ જતું હોવાથી ધક્કા ખાઇને ર્ત્સત થયેલા અરજદારોમાં ભારે આક્રોષ ફેલાયેલો જોવામાં આવ્યો હતો. સર્વરના ધબડકાનું કોઇ કાયમી નિવારણ કરવામાં નહીં આવી રહ્યાની બુમ પણ સંભળાઇ હતી. ગુરૃવારે સવારે પણ પ્રક્રિયા શરૃ કરાયાની સાથે સર્વર ફરી ખોટવાઇ જવાના કારણે અરજદારો ગિન્નાયા હતાં.

સરકાર દ્વારા ગાંધીનગર આરટીઓને મોડેલ સમાન વિકસાવવામાં આવ્યું છે. પરંતુ છાશવારે સર્જાતા સર્વરના ધબડકાની વાત સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહ્યાં છે. મંગળવાર બાદ બુધવારે પણ બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં સર્વર ડાઉન થઇ ગયુ હતું. ફરી ચાલતું થશે તેવી આશામાં અરજદારો બેસી રહ્યા હતાં. પરંતુ કચેરી સમય પુરો થવા સુધી પણ સર્વર ચાલુ નહી થવાથી આખરે અરજદારોએ વિલે મોંએ પરત ફરવાનું થયુ હતું. દરમિયાન ગુરૃવારે તો સવારે ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા શરૃ કરવામાં આવી તે સાથે જ સવારે ૧૧ વાગ્યામાં જ સર્વર ડાઉન થઇ ગયુ હતું. ઘણા અરજદારો બુધવારના કડવા અનુભવના કારણે પરત રવાના થઇ ગયા હતાં. પરંતુ બાદમાં ૩.૩૦ વાગ્યાના અરસામાં ટ્રેક ફરી ચાલુ કરી શકાયો હતો. પાટનગરમાં જ આવેલી આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાની વાત જોકે હવે આશ્ચર્ય ઉપજાવનારી રહી નથી. પરંતુ તેના કારણે આસપાસના શહેરોમાંથી અહીં ટેસ્ટ આપવા આવતાં અરજાદારોની હાલત વધુ કપરી બની જાય છે.

Tags :