Get The App

યુસુફ પઠાણ સામે આક્રોશ - જૈન અને હિન્દુ સમાજની માફી માંગે

આદિના મસ્જિદ અંગે મુકેલી પોસ્ટનો વિવાદ

ઈતિહાસ યુસુફ પઠાણને માફ નહી કરે : યુસુફે વિવાદોથી દુર રહેવું જોઈએ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
યુસુફ પઠાણ સામે આક્રોશ - જૈન અને હિન્દુ સમાજની માફી માંગે 1 - image


વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે આદિના મસ્જિદની તેમની મુલાકાત અંગેની પોસ્ટથી વડોદરાના જૈન સમુદાયમાં આક્રોશ ફેલાતા યુસુફ પઠાણ માફી માંગે તેવી માંગ કરી છે.

સોશિયલ મીડિયામાં યુસુફ પઠાણે પોસ્ટમાં લખ્યું હતું કે, આદિના મસ્જિદ સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવી હતી. સામે યુઝર્સ અને ભાજપે દાવો કર્યો હતો કે, મુસ્લિમ શાસકોએ આદિનાથ દેરાસર તોડી મસ્જિદ બનાવી હતી. વિવાદ વધુ વકરતા વડોદરામાં પણ તેના પડઘા પડતા સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. જૈન અગ્રણી અને એડવોકેટ નીરજ જૈનનું કહેવું છે કે, આવી પોસ્ટ યોગ્ય નથી, યુસુફ પઠાણ કહેવા શું માંગે છે?, શુંટીએમસી ઐતિહાસિક તથ્યોને ઠુકરાવવા માંગે છે, સિકંદર શાહે હુમલો કરી તેને મસ્જિદનું રૂપ આપ્યું હતું. મસ્જિદમાં જૈન સ્થાપત્યની કલાકૃતિઓ હોઈ શકે ખરી?, આ ઈતિહાસ પર ધૂળ નાખવાનો પ્રયાસ છે, યુસુફે પણ કોર્પોરેશનની જમીન પચાવી છે, ઇતિહાસ યુસુફ પઠાણને માફ નહીં કરે, તેણે સમગ્ર જૈન અને હિંદુ સમાજની માફી માંગવી જોઈએ. જૈન અગ્રણી દીપક શાહનું કહેવું છે કે, મુઘલ શાસકોએ આદિનાથ દેરાસર સહિત અનેક મંદિરો તોડી મસ્જિદનુંમસ્જિદનુંનિર્માણ  કરાવ્યું હતું, યુસુફ પઠાણે આવા વિવાદથી દૂર  રહી મોટું સ્વરૂપ ન આપવું જોઈએ. |

Tags :