વડોદરા
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાના પગલે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનેકવાર રજૂઆત છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી . તો બીજી તરફ હવે વિસ્તારમાં રોગચાળો વકરતાં કોર્પોરેટરે નારાજગી દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ 5 અને ઇલેક્શન વોર્ડ નંબર 13 માં સમાવિષ્ટ નવાપુરા ,રબારીવાસ, નવાપુરા હાઉસિંગ સોસાયટી ,સ્વામિનારાયણ સોસાયટી સહિતની 10થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં વિતરણ કરાતું પીવાનું પાણી પીવા લાયક ન હોવાનો રિપોર્ટ અગાઉ લેબોરેટરી દ્વારા આપવામાં આવ્યો છે .આ વિસ્તારના કોંગી કોર્પોરેટર બાળુંભાઇ સુરવે અગાઉ અનેક વખત વિસ્તારના રહીશોને સાથે રાખી અધિકારીઓ પદાધિકારીઓને રજૂઆતો કરી મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરી ચૂક્યા છે .તેમ છતાં પણ હજુ પાલિકા દ્વારા આ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે . પરિણામે હાલ પરિસ્થિતિ એવી ઊભી છે કે , વિસ્તારમાં ડેન્ગ્યૂ ,મલેરિયા ,ચિકનગુનિયા, ટાઈફોઇડ જેવી બીમારીઓના દર્દીઓ ઘરે જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો રહેતા હોય બીમારીનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. તેવી રજૂઆત ખાતે કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા:ઇલેક્શન વોર્ડ 13માં દૂષિત પાણીની સમસ્યા થી રોગચાળો વકર્યો


