ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર
બિઝનેસમેનની ગર્લ ફ્રેન્ડને હાજર થવા પોલીસે નોટિસ મોકલી છતા હજી હાજર થઇ નથી

વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે હજી સુધી માત્ર બે આરોપીઓને પકડયા છે. જ્યારે અન્ય આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષના બિઝનેસમેન અફાન ઉસ્માનભાઇ કાની ગત ૧૨ મી તારીખે બપોરે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા. તે દરમિયાન એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ આપી આરોપીઓએ અપહરણ કરી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય આરોપીઓ જેલના કર્મચારી કાનાભાઇ દાનાભાઇ કુંભાર તથા અન્ય એક આરોપી ઝકરીયા હજી ફરાર છે. તદુપરાંત આ ગુનામાં ભોગ બનનાર બિઝનેસમેનની ગર્લ ફ્રેન્ડ પણ હજી પોલીસ સમક્ષ હાજર થઇ નથી.

