Gujarat

વલસાડના બ્રેઇનડેડ વૃધ્ધના અંગદાનથી ત્રણને વ્યક્તિને નવજીવન મળશે

By GS TEAM
11 Oct 20251 min read
વલસાડના બ્રેઇનડેડ વૃધ્ધના અંગદાનથી ત્રણને વ્યક્તિને નવજીવન મળશે

- 73 વર્ષીય લક્ષ્મણભાઇ મિત્રાના લીવર અને બે કિડનીનું  દાન  પરિવારે કર્યુ : નવી સિવિલ હોસ્પિટલ થકી 80મું અંગદાન

   સુરત,:

 વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ના બ્રેઇન ડેડ ૭૩ વર્ષીય વૃધ્ધની બે  કિડની અને એક લીવર દાન  તેમના પરિવારે કરીને માનવતા મહેકાવીને સમાજને નવી દિશાવી બતાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા ૭૩ વર્ષીય લક્ષ્મણભાઇ મિત્ના ૪-૫ દિવસ પહેલા ઘર ઉપર પતરા મુકવા માટે ચઢયા હતાં. ત્યારે  તેમને ચક્કર આવવાથી નીચે પડી જતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે ભીલાડ બાદ વલસાડની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગત તા.૮મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગત તા.૧૦મીએ ત્યાંના ડોકટરોની ટીમે તેમને  બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના  ઈકબાલ કડીવાલાએ તેમના પરિવારના સભ્યોને અંગદાનનું  મહત્વ સમજાવતા તેમણે સંમતિ આપી હતી. જેથી લક્ષ્મણભાઈના લીવર અને બે કિડની દાન મેળવી અમદાવાદ આઈકેડી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.  નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૮૦મું અંગદાન થયું  છે.