15000થી વધુ સભાસદ ધરાવતી ભારત કોઓ બેન્કની ચૂંટણી એક મહિનામાં ફરી કરવા હુકમ

વડોદરાઃ ૧૫હજારથી વધુ સભાસદો ધરાવતી ભારત કો ઓ બેન્કના એક મહિના પહેલાં બિનહરીફ જાહેર થયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પડકારતી અરજીને બોર્ડ ઓફ નોમિનીઝે માન્ય રાખી એક મહિનામાં નવેસરથી ચૂંટણી યોજવા હુકમ કર્યો છે.
વાડી સોનીપોળમાં રહેતા રાકેશ રસિક ભાઇ પટેલ અને સંજય રમણભાઇ પટેલે ભારત કો ઓ બેન્કની એક મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીને પડકારી હતી.આ ચૂંટણી પ્રક્રિયા ખોટી રીતે કરવામાં આવી હોવાની દલીલ કરવામાં આવી હતી.નવા ૧૨ ડિરેક્ટર્સ ભૂતપૂર્વ ડિરેક્ટરોના નિકટના સગા-સબંધી અને મિત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફે પણ આક્ષેપો ખોટા હોવાની દલીલ કરવામાં આવી હતી.બંને પક્ષને સાંભળ્યા બાદ બોર્ડ ઓફ નોમિનિઝે ૩૦ દિવસમાં નવેસરથી ચૂંટણી યોજવા અને ત્યાં સુધી વર્તમાન બોર્ડને રોજિંદા વ્યવહારો સિવાય નિતીવિષયક નિર્ણયો નહિ લેવા હુકમ કર્યો છે.
ભારત કો ઓ બેન્કમાં એક મહિનામાં નવેસરથી ચૂંટણીના સમાચારમાં મુકવું
ચૂંટણીના હુકમ સામે અપીલ કરાશે,15 દિવસનો સ્ટે
ભારત કો ઓ બેન્કની ચૂંટણી નવેસરથી કરવા માટે બોર્ડ ઓફ નોમનીઝ દ્વારા કરાયેલા હુકમ અંગે બેન્કના વકીલે કહ્યું હતું કે,અમે આ હુકમ સામે અપીલ કરવાના છીએ અને તેને માટે ૧૫ દિવસ સુધી હુકમ પર સ્ટે આપવામાં આવ્યો છે.









