જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ્યો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલ ત્રિકમરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પ્રદિપ ઉર્ફે પ્રવિણચંદ્ર કેશવલાલ મહેતા સામે તેમના કબજામાં રહેલ મકાન કે જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં એક રૂમ, રસોડું અને હોલ જયારે ફર્સ્ટ ફલોર પર એક રૂમ, રસોડું, હોલ વાળી જગ્યા હતી તે જગ્યાનો ખાલી બજનશ કબજો મળવા તથા માસિક રૂા.5000 મેન્સ પ્રોફીટની રકમ મળવા અંગેનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રતિવાદી પ્રદિપ ઉર્ફે પ્રવિણ મહેતાએ એવી તકરાર લીધી છે કે તેઓ આશરે 30 વર્ષ ઉપરાંતના ભાડુઆત છે. તેઓએ ભાડાની રકમ ચેકથી ચૂકવેલ છે. તેથી દાવો રદ કરવો જોઈએ. આ કેસ ચાલવા પર આવતા ત્રિકમરાય ટ્રસ્ટ તરફે રોકાયેલા વકીલે એવી દલીલ કરેલ હતી કે પ્રતિવાદીની જુબાનીમાં એવી હકીકત આવવા પામેલ છે કે તેમની પાસે કોઈ લેખીત કરાર નથી. અને પ્રતિવાદી એ સને-2023 થી આજદિન સુધી ભાડુ ભર્યું હોય તેવો કોઈ જ લેખીત પુરાવો તેમની પાસે નથી. અને આ અંગેનું સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદા ઓ રજુ કરેલ હોય જે તમામ હકીકત ધ્યાને લઈ જામનગરના બીજા એડીશ્નલ સીવીલ જજ કે.એસ.મોદી દ્વારા દાવો મંજુર કરી પ્રતિવાદીને જગ્યાનો ખાલી બજનશ કબજો સોંપી આપવા તથા કબજો સોંપી આપે ત્યાં સુધી દર માસનું ચડયે ભાડુ ચૂકવવા આદેશ કરેલ છે.









